RBIએ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 4% યથાવત 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટીની બેઠક હમણા પૂરી થઈ. ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠક અંગેની તમામ માહિતી શેર કરી. રિઝર્વે બેંકે રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.3 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. 
RBIએ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 4% યથાવત 

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટીની બેઠક હમણા પૂરી થઈ. ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠક અંગેની તમામ માહિતી શેર કરી. રિઝર્વે બેંકે રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.3 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. 

— ANI (@ANI) August 6, 2020

વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાથી હવે હોમ અને કાર લોનના ઈએમઆઈ સસ્તા થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. અત્રે જણાવવાનું કે મે મહિનામાં વ્યાજદરોમાં 40 બેસિસ પોઈન્ટ અને માર્ચમાં 75 બેસિસ પોઈન્ટનો કાપ મૂકાયો હતો. 

નોંધનીય છે કે હાલમાં પોલીસી રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. જ્યારે બેંક રેટ 4.25 ટકા છે. એ જ રીતે સીઆરઆર 3 ટકા છે. 

— ANI (@ANI) August 6, 2020

આ વર્ષે રિઝર્વ બેંકે લોકડાઉનને જોતા 2 વાર વ્યાજદરોમાં 115 બેસિસ પોઈન્ટનો કાપ મૂક્યો હતો. ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.15 ટકાનો કાપ થઈ ચૂક્યો છે. બેંકોએ ગ્રાહકોને નવી લોન પર 9.72 ટકા કાપનો ફાયદો કરાવી આપ્યો છે. 

કેટલીક મોટી બેંકોએ તો 0.85 ટકા સુધીનો ફાયદો ટ્રાન્સફર કર્યો છે. કારણ એ છે કે રિઝર્વ બેંકે નીતિગત હેતુને મેળવવા માટે આગળ વધીને લિક્વિડિટીને એક માધ્યમ તરીકે ઉપયોગમાં લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news